ધનકુબેરોની યાદીમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યા બાદ બીજા ક્રમે આવી ગયા છે. એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ અને એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ફરી આ સ્થાન હાંસલ કર્યું છે. નજીકના સમયમાં અમીરોની યાદીમાં ટોચના સ્થાને ત્રણ મોટા ફેરફારો થયા છે.
પહેલા બર્નાર્ડ આર્નોલ્ટે એલોન મસ્કને હરાવ્યા અને પછી જેફ બેઝોસે આર્નોલ્ટને પાછળ ધકેલ્યા છે. આ પછી આર્નોલ્ટે ફરી એક વાર બેજાેસને પાછળ છોડી દીધા અને આજે બેઝોસે આર્નોલ્ટને બીજા ક્રમે સરકાવ્યા છે. જેફ ૨૦૦ બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં અબજાેપતિ નંબર વન બન્યા છે એટલું જ નહીં પરંતુ તે ૨૦૦ બિલિયન ડોલર સંપત્તિના માલિક એકમાત્ર અબજાેપતિ પણ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના લેટેસ્ટ અપડેટ અનુસાર જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ ૨૦૧ અબજ ડોલર છે. બુધવારે તેમની સંપત્તિમાં ૨.૧૬ અબજ ડોલરનો વધારો થયો અને બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં ૨.૮૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. બર્નાર્ડને નુકસાનનો માર સહન કરવો પડ્યો અને તે પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને સરકી ગયા છે. બર્નાર્ડની કુલ સંપત્તિ ૧૯૯ બિલિયન ડોલર છે.
અબજાેપતિઓની યાદીમાં ગૌતમ અદાણી વધુ એક સ્થાન સરકીને ૧૬મા સ્થાને પહોંચી ગયા છે. તેમની પાસે ૯૫.૭ બિલિયન ડોલરની નેટવર્થ છે. બીજી તરફ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી વધુ મજબૂત થઈને ૧૧મા સ્થાને પહોંચી ગયા છે. તેમની પાસે ૧૧૦ બિલિયન ડોલરની સંપત્તિ છે.
ટોચના-૧૦ અબજાેપતિઓમાં, માત્ર બર્નાર્ડને બુધવારે નુકસાન થયું હતું. એલોન મસ્કની સંપત્તિમાં ઇં૩.૧૦ બિલિયનનો વધારો થયો છે. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં ઇં૩.૨૩ બિલિયનનો વધારો થયો છે. બિલ ગેટ્સથી લઈને સર્ગેઈ બ્રિન સુધીના દરેકની સંપત્તિ ઇં૩૩૮ મિલિયનથી વધીને ઇં૧.૫ બિલિયન થઈ ગઈ છે.
માર્ચ ૨૦૧૨ માં શરૂ કરાયેલ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ એ ધનકુબેરોની કુલ સંપત્તિના આધારે વિશ્વના ૫૦૦ સૌથી ધનિક લોકોની દૈનિક રેન્કિંગ છે. તે દરેક અબજાેપતિની પ્રોફાઇલ ધરાવે છે અને તેમાં એક સાધનનો સમાવેશ થાય છે જે વપરાશકર્તાઓને બહુવિધ અબજાેપતિઓના નસીબની તુલના કરવાની મંજૂરી આપે છે.