Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગીતાજયંતિની ઉજવણી કરવામાં આવી 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ  સાવરકુંડલામાં આજરોજ  માગશર સુદ અગિયારશને બુધવારે  ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્યશ્રી ચાવડા  સાહેબે  શુભકામના પાઠવી હતી તથા ગીતાનું  મહત્વ  સમજાવ્યું હતું  ટી.વાય.બી.એ.ની બહેનોએ શ્લોક ગાન કર્યુ  હતુ તથા સુંદર  વક્તવ્ય  પણ  આપેલ તેમજ શ્રીકૃષ્ણ  તથા ગીતા પર પોસ્ટર પ્રદર્શન પણ  રજુ કર્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆત ગીતાના પૂજન અર્ચનથી કરવામા આવેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્કૃત વિભાગ તરફથી કરવામા આવેલ  કાર્યક્રમનું સંચાલન ડો. પ્રતિમા એમ શુક્લ  એ કર્યુ  હતુ તથા આભાર દર્શન પ્રા કે.બી.પટેલ  સાહેબે કરેલ આ કાર્યક્રમને સફળ બનાવ વા માટે બધા સ્ટાફ મિત્રનો સહકાર પ્રાપ્ત  થયો હતો
બિપીન પાંધી સાવરકુંડલા