ગીર ગઢડા મામલતદાર ના ડ્રાઇવર ને ગીર ગઢડા પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા જ પીધેલી હાલતમાં મામલતદાર કચેરી ના કંપાઉન્ડ માંથી પકડ્યો તેની સાહી હજી સુકાઈ નથી ત્યાં ફરી ગીર ગઢડા મામલતદાર કચેરી વિવાદ મા આવી છે શૌચાલયમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે
પ્રાપ્ત માહિતી મુજબ ગીર ગઢડા તાલુકા સેવા સદનમાં મધપૂડા તથા તાલુકા સેવાસદનના ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે દારુની કોથળી તથા ગંદકી જોવા મળે છે સફાઈ ના નામે તાલુકા સેવા સદન શૂન્ય હોય તેવું માલુમ પડે છે

અહીંયા કોઈ દેખરેખ કરનાર હોય જ નહીં તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે તેમજ આ શૌચાલયમાં દેશી દારૂની કોથળીઓ ક્યાંથી આવી કોણ પીવે છે તે પણ એક પ્રશ્નાર્થ છે જ્યારે થોડા દિવસો પૂર્વે જ ગીરગઢડા તાલુકા સેવાસદનના ગ્રાઉન્ડમાં જ પીધેલી હાલતમાં મામલતદાર નો ડ્રાઇવર જ પકડાયેલ પરંતુ આજ દિન સુધી મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી કે નથી તેના પર કોઈ પગલાં લેવામાં આવેલા આમ તાલુકા સેવા સદન એક રેઢિયાર ખાતું હોય તેવું લાગી રહ્યું છે લાગે છે મામલતદાર સાહેબ ને તેની પ્રતિષ્ઠા કરતા પણ ડ્રાઈવર પર વધુ પ્રેમ ઉભરાતો હોય તેવુ લાગી રહ્યુ છે શું આ ધટના બાદ પણ મામલતદાર સાહેબ ની આંખ નહીં ખુલે ?
તસવીર અહેવાલ ધર્મેશ રૂપારેલીયા ગીર ગઢડા

