Gujarat

શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરના હરિના બાળકોના વદન પર એક એક આછેરા સ્મિતની ઝલક લાવવાનો પ્રયાસ 

હા,. હવે દિવાળીના તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે એવા સમયે સાવરકુંડલા ખાતે સેવાના સારથી સમાન શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા માનવ મંદિરે રૂબરૂ મુલાકાત લઈને હરિના બાળકો સાથે એક નાના બાળક બની ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે
શ્રી વીરદાદા જસરાજ સેનાના ટ્રસ્ટીશ્રી ચંદ્રેશભાઈ રવાણી દ્વારા માનવ મંદિરે ભક્તિરામબાપુની નિશ્રામાં હરિના બાળકો સાથે ફટાકડા ફોડીને હરિના બાળકોના વદન પર એક આછેરું સ્મિત લાવવાનો નમ્ર પ્રયાસ કર્યો  તેમની સાથે આ કાર્યમાં હસુભાઈ સૂચક, હિતેશ સરૈયા, અશ્વિનભાઈ સાગર,કનુભાઈ ડોડીયા, અશોકભાઈ ખુમાણ, ભાવેશ બગડા, મહેશ મશરૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતા…. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા કરવામાં આવેલ.
બિપીન પાંધી