રાજકોટ જિલ્લામાં ‘સંસ્કાર સ્વચ્છતા, સ્વભાવ સ્વચ્છતા’ની થીમ સાથે ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જે અન્વયે ગોંડલ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને અપનાવીને જાહેર રસ્તાને ચોખ્ખાચણાંક કરવામાં આવ્યાં હતાં.

ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા પરથી ઝાડીઝાંખરા દૂર કરીને ઘન કચરા અને સૂકાં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ, ગોંડલમાં જાહેર રોડની સાફસફાઈ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

