હિન્દુ ત્યાં અલ્પસંખ્યક છે તેમના પર પશુ કરતાં પણ બુરી રીતે અત્યાચારો તેમજ મંદિરો પર થતા હુમલા અટકાવે તેવી સનાતન હિન્દુ સમાજની માંગ
હિંદુઓ પર થતા ઘૃણાસ્પદ અત્યાચાર તેમજ હિન્દુ ધાર્મિક સ્થાનો પર થતા હુમલા અટકાવવા ભારત સરકાર તાકીદે રાજદ્વારી સંબંધો અપનાવીને પગલાં ભરે તેવી માંગ સાથે મંગળવારે વરસતા વરસાદમાં સમસ્ત સનાતની હિંદુ સમાજ દ્વારા પાંચબત્તી થી કલેકટર કચેરી સુધી રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પાડોશી દેશ બાંગ્લા દેશ અનામતની આડમાં શેખ હસીના સરકારને ઉથલાવવા કાવતરું ઘડી હિંદુઓ ઉપર ઘૃણાસ્પદ અત્યાચારો આચરી તેમજ હિંદુ મંદિરો પર હુમલા રોકવામાં નિષ્ફળ રહેલી વચગાળાની સરકાર ના વિરોધમાં અપાયેલા આવેદન પત્રમાં ભારત સરકાર તાકીદે પગલાં ભરે તેવી માંગ કરી હતી

જન આક્રોશ રેલીના બેનર સાથે હિન્દુ સનાતની સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ની તમામ પ્રકારની સલામતી માટે સત્વરે પગલાં લેવાય તેવી માંગ કરી હતી.આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ-ભરૂચ, સમસ્ત હિન્દુ સનાતની સમાજ, આંતર રાષ્ટ્રીય ભવનામૃત સંઘ(ઇસ્કોન)-, હિન્દુ ધર્મ સેના, ભરૂચ ના વિવિધ સંગઠનના અગ્રણીઓએ પણ આ રેલીમાં ઉપસ્થિત રહી ભારત સરકારને રેલી સાથે કલેકટર ના માધ્યમથી તાકીદે પગલાં લેવાની તાકીદ કરી હતી.
વિરલ ગોહિલ, ભરૂચ

