છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર સિહોદ ગામ પાસે ભારજ નદી આવેલી છે. આ નદીનો પુલ ધોવાતા બે કરોડથી વધુ ના ખર્ચે ડાયવર્ઝન તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ ગયું હતું. છેલ્લા ચાર માસથી લોકો હેરાન પરેશાન છે. ત્યારે ચૂંટાયેલા નેતાઓ સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા,પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા દિલ્હી ખાતે પરિવહન મંત્રી નીતિન ગડકરીને નવો પુલ કાતો ડાયવર્ઝન બનાવવા માટે રજૂઆત કરી હતી.
જે રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ભારજ નદી ઉપર ડાયવર્ઝન ચાર કરોડના ખર્ચે મંજુર કરાયું છે. ભારજ નદી ઉપર અગાઉ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન હલકી કક્ષાનું બનાવવામાં આવતા પ્રથમ પાણીની અંદર જ આખે આખું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું હતું. જેને લઈને મધ્યપ્રદેશ, છોટાઉદેપુર, પાવી જેતપુર,બોડેલી સહિતના આજુબાજુ વિસ્તારના જે લોકો વાહનચાલકો અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
અને લોકોને 30 કિલોમીટરનો ફેરો લગાવો પડતો હતો. અને તંત્ર દ્વારા જે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન ઉપર ખાડા પડી જતા લોકોનો ટાઈમનો બગાડ થતો હતો. જેને લઈને હાલતો સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે જે ડાઈવર્ઝન મંજુર કરવામાં આવ્યું છે તે વહેલું બને અને સારી ક્વોલિટીનું ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

