તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોના પ્રશ્નો નિવારણ અને મતદારોમાં જાગૃતિ અભિયાન યોજયું.
સાવરકુંડલા તાલુકાના ભંમર, કૃષ્ણગઢ, ખડકાળા, કરજાળા, હાથસણી, વણોટ, અભરામપરા, મેરિયાણા, આદસંગ, પીપરડી, વિજપડી, દોલતી, આંબરડી, નાના ભમોદ્વા સહિતના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી ગ્રામસભામાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું અને મતદાન માટેના ફાયદા, ઉપયોગીતા, જરૂરિયાત અને લોકતંત્ર અને લોકશાહીમાં મતદાન ના મહત્વ વિશે મતદારોને સચોટ માહિતી આપવામાં આવી હતી તેમજ મતદારોને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ ઉપર જ જવાબો અને નિરાકરણ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના ૧૪ ગામોમાં યોજાયેલ ગ્રામસભા ઓના ઉદેશોમાં ગ્રામજનોમાં લોક સશક્તિકરણ, તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડવામાં આવ્યું હતું, તેમજ ગ્રામસભામાં ગરીબો અને મહિલાઓને પોતાની રજુઆતો કરવાની તક ઘર આંગણે પોતાના ગામ ખાતે મળી રહી હતી, સાવરકુંડલા તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક ગ્રામસભા દ્વારા લોકોને મળી રહેછે, તેમજ ગામડાંઓમાં લોક ભાગીદારીથી વિવિધ વિકાસના કામો અને ગામોમાં પાયાની સુવિધાઓ મળી રહેછે, રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ પંચાયત વિભાગની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ પણ ગ્રામસભાઓ દ્વારા પુરૂ પાડવામાં આવેછે.
આ ગ્રામસભામાં જલ જીવન મિશન કાર્યક્ર્મ અંતર્ગત નલ સે જલ યોજનાની કામગીરી પુર્ણ થયા ના ઠરાવો, અગાઉના વર્ષોના પંદરમા નાણાં પંચની પુર્ણ થયેલી કામગીરીનું વાંચન, વર્ષ ૨૦૨૧-૨૩ ના પંદરમા નાણા પંચના કામોના આયોજનને બહાલી, ગામની નવી જુની આંગણવાડીને લગતા બ્લોક, કલર, લાઈટ, શૌચાલય જેવા ભૌતિક પ્રશ્નોની ચર્ચા તેમજ પ્લોટ ફાળવવાની ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠી હતી આતકે તાલુકા પંચાયત, મામલતદાર ઓફીસ, પ્રાંત ઓફીસ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ , ખેતીવાડી વિભાગ, જી.ઈ.બી. વિભાગ, આંગળવાડી વર્કર હેલ્પર, આશા વર્કર, રેવન્યુ વિભાગના જવાબદાર વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં અને સ્થળ પર જ પ્રશ્નોના નિકાલ કર્યા હતા. આ તકે સાવરકુંડલા તાલુકાના ગ્રામસભામાં તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર તેમજ નોડલ અધિકારીઓ જે.ડી.વાધાણી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, આર.આર.જાદવ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, કે.બી.કાકડીયા, એમ.કે.બગડા, પી.પી. દાળાવડિયા વિસ્તરણ અધિકારી, ઈ ગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ વગેરે અધિકારીઓ વિવિધ ગામોમાં હાજર રહ્યા હતા.