સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ ખાતે સ્વાતંત્ર્ય દિનની – દેશભક્તિના પવિત્ર પ્રંસગે સંસ્થામા “સપ્તરંગી કાર્યક્રમ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજ વંદન, મેદાની કાર્યક્રમ, શિક્ષણ સન્માન, માતૃપિતૃ વંદના, મોબાઈલ વિતરણ, વાલી સંમેલન અને સરદારશ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ જેવા કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાના હસ્તકે સરદારશ્રીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ માધુભાઈ સવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ટાંક ફેમિલી ફાઉન્ડેશન અમેરિકા દ્વારા મું. શ્રી હિંમતભાઇ ટાંકના સહયોગથી ધોરણ ૧૦ અને ૧૨મા પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું મહેમાનશ્રી ડૉ. દિપકભાઈ શેઠના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિધાર્થીઓ દ્વવારા પોતાના વાલીઓની વંદનાનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે ઉજવયો હતો, મેદાની કાર્યક્રમ અને વાલીસંમેલન જેવા તમામ કાર્યક્રમની ખુબજ સરસ રીતે રજુઆત થઇ હતી. મહેમાનશ્રીઓએ સમગ્ર કાર્યક્રમની અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ શાળાના દરેક વિદ્યાર્થીઓ અને કર્મચારીગણની મહેનતને બિરદાવી હતી.કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.

સમગ્ર કાર્યકમ સંસ્થાના વડીલ મું. શ્રી કાંતિદાદાના માર્ગદર્શન અને સૌ વિધાર્થી અને શિક્ષકશ્રીઓની મહેનતથી રાષ્ટ્રીય ભાવના સાથે સફળ રહ્યો હતો.
બિપીન પાંધી

