Gujarat

ખંભાળિયા શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી

જામખંભાળિયામાં મહેશ્વરી સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરન જન્મ જ્યંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહેશ્વરી સમાજ દ્વારા શહેરના નવા નાકા વિસ્તારથી ચાર રસ્તા ચોક સુધી ડીજેના સથવારે વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.

શહેરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા પરિવાર ના દિકરા – દિકરીઓને એક સમાન ગણી આગળ વધવા હાકલ કરાઈ હતી અને બેટી બચાવો બેટી પઢાવો વાતને સાર્થક કરવા અનુરોધ કરાયો હતો. આ તકે મહેશ્વરી સમાજ, યુવા સંગઠન તથા દલિત સમાજના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.