Gujarat

શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી.

સાવરકુંડલા તાલુકાની શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીની ૭૮મી વર્ષગાંઠના આ પાવન અવસરે ધ્વજવંદન તેમજ શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આઝાદીના આ પર્વની ઉજવણીમાં ગામમાંથી પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી કરજાળા પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ પરિવારના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી મનુભાઈ વિંઝુડા દ્વારા કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી