કઠલાલ તાલુકાના ભાનેર ગામમાં ઘણા સમયથી વસતા ભરવાડ પરિવાર એટલે કે સમસ્ત લીલાપરા મીર પરિવાર ના સમસ્ત જ્ઞાતિજનો દ્વારા ગોગા મહારાજ ના મંદિરે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સવારે 8:00 વાગે યજ્ઞનો પ્રારંભ કરી બપોરે 11 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સોલસોપચર વિધિથી મહાપૂજા કરી ગોગા મહારાજના મંદિર ઉપર ધ્વજ આરોહણ કરવામાં આવ્યો અને સાંજે 5:00 વાગે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી સમગ્ર કર્મના આચાર્ય શ્રી અર્પિત કુમાર કાંતિલાલ ગોર દ્વારા બ્રાહ્મણોના સમૂહ થકી આખા દિવસ દરમિયાન વિધિ વિધાન થી યજ્ઞનું ભવ્ય આયોજન કરી સાંજે સૌએ એકત્રિત થઈ પ્રસાદી લીધી આ પ્રસંગે સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હરિભાઈ રાવળદેવ, ઘનશ્યામભાઈ ગઢવી, પાયલબેન રાવલ, અનુરાધા રાવલ, વગેરે લોકસાહિત્યના કલાકારોએ સુંદર ડાયરા નું આયોજન કરવામાં આવ્યું આમ સમાજના મોભિયો ,વડીલો, માતાઓ અને બહેનો આ યજ્ઞનો એક ભાગ બની સુંદર રીતે દૂર દૂરથી ભાનેર ગામે પધાર્યા હતા ભરવાડ સમાજના મોભી ભરતભાઈ ભરવાડ તેમજ તેમના સમાજના સાથીદારો દ્વારા અન્ય સમાજને પણ આ યજ્ઞનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આમ સૌએ સાથે મળી વિષ્ણુ્યાગ યજ્ઞનું આખા દિવસ દરમિયાન ભવ્ય આયોજન કર્યું હતું