Gujarat

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા પાટોત્સવ નિમિત્તે સાઉથ બોપલમાં ભવ્ય રથ યાત્રા

હરે કૃષ્ણ મંદિર ભાડજના નવમી પાટોત્સવની ઉજવવણીના ભાગ રૂપે સાઉથ બોપલ વિસ્તારમાં બુધવાર તા. 8મે 2024ના રોજ ભગવાન શ્રી રાધા માધવના ભવ્ય રથ યાત્રાનો આયોજન કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રાધા માધવને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. ભગવાનના વૈભવ તો દ્રશ્ય જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇને હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરતા હતા.

આ રથ યાત્રા પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે અને ભાવુકભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવને જગમગ કરી રહી હતી.

સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યું હતું. બધા ભક્તોએ ભગવાન શ્રી રાધા માધવના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાનના આશીર્વાદ મેળવ્યા.

આજના ઉત્સવમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિઓ 1. જગનમોહન કૃષ્ણ દાસ, અધ્યક્ષ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ 2. શ્રીધામ કૃષ્ણ દાસ, ઉપાધ્યક્ષ, ઇસ્કોન બેંગલુરુ 3. કોદંડરામ દાસ, ઉપાધ્યક્ષ, હરે કૃષ્ણ મુવમેન્ટ, ચેન્નાઇ 4. ગોસ્વામી મધુસુદનલાલજી, પુષ્ટિ ભક્તિમાર્ગાચાર્ય વૈષ્ણવાચાર્ય, અસારવા બેઠક 5. રયા રામ દાસ, ઉપાધ્યક્ષ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ