સાવરકુંડલાના કેવડાપરા ખાતે માત્ર બે કલાકમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મઢુલી ગ્રુપ અને ટી એફ ડી જી ગ્રુપે મળીને ખૂબ જ ઓછા સમયમાં આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવ્યો.
નાના બાળકોએ ૧૫ મી ઓગસ્ટની ઉજવણીમાં ભાગ લઈને દેશભક્તિની ભાવના દર્શાવી. સાથે સાથે દેશભક્તિના ઉત્સાહ સાથે જય હિંદના દીપક પ્રગટાવવામાં આવ્યા.
તેમજ એનસીસી કેડેટ્સે પણ કાર્યક્રમમાં ભાગ લઈને સૌને મંત્રમુગ્ધ કર્યા.
આટલા મોટા કાર્યક્રમનું આયોજન માત્ર ૨૦૦ રૂપિયામાં કરવામાં આવ્યું હતું, જે ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમ એક ઉદાહરણ છે કે, થોડી મહેનત અને દેશભક્તિની ભાવનાથી કંઈપણ શક્ય છે. મઢુલી ગ્રુપ અને ટી એફ ડી જી ગ્રુપના આ પ્રયાસને સલામ
બિપીન પાંધી

