Gujarat

ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ ચલાલા ખાતે ૧૫ મી ઓગસ્ટ પર્વની શાનદાર ઉજવણી

શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ ચલાલા ખાતે ૭૮માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
એક્સ આર્મીમેન નાગરાજસિંહ રાઠોડના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને બાળકો દ્વારા રાષ્ટ્રગાન સાથે નારા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત, અભિનયગીત અને સંસ્કૃત શક્તિના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.અને શાળાના વિદ્યાર્થીનીઓએ દેશપ્રેમની સરસમજાની કૃતિ નિહાળી હતી.
સંસ્થાના વડા પુ.શ્રી ડો.રતિદાદા એ દેશ પ્રત્યે પોતાની નિષ્ઠા તથા રાષ્ટ્રપ્રેમ વિષે બાળકોને ઉદબોધન આપ્યું હતું.
અંતમાં શાળા અને કોલેજના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ મહેતા એ આભાર વિધિ કરી મો મીઠા કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો . આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય  શ્રી મહેશભાઈ મહેતા તથા શાળાના અને કોલેજના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી