જયરામ મહેતા જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા કોટ વિસ્તારમાં સંખ્યાબંધ રક્ષિત સ્મારકોનાં બોર્ડ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં હોવાના સમાચાર પછી પુરાતત્ત્વ વિભાગ તપાસ કરે કે ન કરે પણ મંગળવારે રૂબરૂ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બધાં બોર્ડ આમ એકાએક કેવી રીતે ગાયબ થઈ શકે તેની તપાસ આરંભી હતી.
તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે ભીમકુંડ જવાનો રસ્તો, રા’ખેંગારના મહેલ અને વસ્તુપાળ – તેજપાળનાં દેરાનાં બોર્ડ સાથે થયેલી છેડછાડ પ્રી-પ્લાન્ડ છે. કારણ કે, આ બોર્ડ તૂટી કે સડી ગયાં હોય તો એના અવશેષો આસપાસ હોવા જોઈએ પણ બોર્ડનો એક નાનો કટકો પણ આજુબાજુમાં ક્યાંય દેખાયો નહોતો.
એવી જ રીતે ભંગાર ચોરનારાં તત્ત્વો લઈ ગયા હોય એવી શક્યતાનો છેદ પણ એટલા માટે ઊડી જાય છે કે જો એવું હોય તો લોખંડની જાડી ફ્રેમ શા માટે રહેવા દીધી ?