Gujarat

શૈક્ષણિક કર્મચારીઓને માર્ગદર્શન અપાયું; શૈક્ષણિક કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જુદા જુદા શૈક્ષણિક સ્થળોએ ફાયર વિભાગની ટીમ દ્વારા કર્મચારીઓને આગ સામે રક્ષણ મેળવવા માટે ફાયરના સાધનોના ઉપયોગ સહિતની બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચીફ ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ખંભાળિયામાં બી.આર.સી. ભવન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ તમામ ચાર તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર તથા જિલ્લાના તમામ સી.આર.સી. કો-ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં ખંભાળિયા નગરપાલિકા ફાયર ઓફિસર તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં અગ્નિશામક સાધનો ફાયર ઇન્સ્ટીગ્યુસર વિવિધ પ્રકારના ઈક્વિપમેન્ટનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શાળાઓમાં તેમજ સરકારી કચેરીઓમાં આ તમામ સાધનોના ઉપયોગની સમજૂતી કર્મચારીઓને આપવામાં આવી હતી. આ સાથે આગ લાગે ત્યારે ક્યા ક્યા પ્રકારના જોખમોનો સામનો કરવો તથા આફતમાંથી સહી સલામત રીતે બહાર નીકળવા માટેના પગલાં લેવા અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.