Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં મહાસભા યોજાઇ

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસની મહાસભા યોજાઇ હતી. 21 છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે મહાસભા યોજાઈ હતી.
જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરેન તિવારી સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. અને છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.