Gujarat

તેરાપંથ ભવન ખાતે વિદ્યાસાગરજી મહારાજને વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન

સુરતના જૈન ધર્મના સમાજ દ્વારા સિટીલાઈટ વિસ્તારમાં આવેલ તેરાપંથ ભવન ખાતે વિન્યાંજલી પાઠવવા માટે ગુણાનુવાદનું આયોજન કરાયું, જે તારીખ 25મી ફેબ્રુઆરી,2024ના રોજ બપોરે 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી યોજાઈ હતી.

મહારાજને ભાવપૂર્ણ વિન્યાંજલી પાઠવી

સમાજના અગ્રણી એવા યશવંત શાહ અને હિતેશ જૈન (એડવોકેટ)એ જણાવ્યું હતું કે, આ વિન્યાંજલીમાં તમામ હિન્દુ સંસ્કૃતિના સાધુ-સંતો સાથે જૈન સમાજના ચારે ફિરકાના મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સાથે મહામુનીઓ સંત આચાર્ય 108 વિદ્યાસાગર મહારાજને ભાવપૂર્ણ વિન્યાંજલી પાઠવી હતી.

બ્રહ્માંડના દેવતા તરીકે સન્માન મળ્યું

દિગંબર જૈન સંત આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજની 18મી ફેબ્રઆરી શનિવારે રાત્રે મહાપરાયણ કર્યું હતું .78 વર્ષે આચાર્યએ છત્તીસગઢના ડુંગરગઢથી ચંદ્રગીરી તીર્થમાં રાત્રે 2:35 વાગે સમાધિ લીધી હતી. તેમના દ્વારા ત્રણ દિવસ પહેલા અન્ન-જળનો ત્યાગ સંથારો લઈ અને મૌન ધારણ કરી સમાધિશ થયા. ​​​​​​​આચાર્યના વિન્યાંજલી પછી ભારત દેશના તમામ ધર્મના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 11મી ફેબ્રઆરી 2024ના રોજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે આચાર્યને બ્રહ્માંડના દેવતા તરીકે સન્માનિત કર્યા હતા.