અધિક્ષક નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લા ના તમામ થાણાઅમલદાર નાઓને સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ તેઓના સ્ટાફના માણસો કવાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા જે દરમ્યાન તેમને મળેલ બાતમી હકીકત આધારે હમીરપુરા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી એક મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરીય ગાડી નંબર GJ-03-BY-2934 ની અંદર ગેરકાયદેસર વગર પાસ પરમીટે લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ બિયર ની કુલ બોટલ નંગ – ૨૪૦ કિ.રૂ. ૩૧,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરીય ગાડી નંબર GJ 03 BY 2934 ની કિ.રૂ. ૨૮,૦૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૧૧,૨૦૦ /- ના મુદ્દામાલ સાથે આરોપી ખુમાનસિગભાઇ ભાણજીભાઇ જાતે સોલંકી ઉ.વ.૩૦ હાલ.રહે.ઉમલ્લા જી.ઇ.બી ની સામે અમદાવાદી તવા ફ્રાઇ હોટેલ ની બાજુમા તા.ઝગડીયા જી.ભરુચ મુળ રહે.દેવીપુજક વાસ (પ્રગટેશ્વર)પડધરી /૨ પડધર (સિટી) તા.પડધરી જી.રાજકોટ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાથ ધરેલ છે. આમ આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મળેલ છે.