Gujarat

ગીરગઢડામાં હનુમાન પર રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનમાં રાત્રિનાં સમયે સિંહણ ઘુસી જતા અફડા તફડી મચી

રેશ્ક્યું ટીમે બે કલાકની જેહેમત બાદ 2 વર્ષની સિંહણને પાંજરે કેદ કરતા રાહતનો શ્વાસ લીધો.

ગીરગઢડા ગીર જંગલ બોર્ડર નજીક સનવાવ રોડ પર આવેલ રહેણાંકીય વિસ્તારમાં રાત્રિનાં સમયે સિંહણ મકાનમાં ઘુસી જતા લોકોમા અફડા તફડી મચી ગયેલ હતી. આ અંગે વન વિભાગને જાણ કરતા રેસ્કયું ટીમ સ્થળ પર દોડી ગયેલ અને કલાકોની જહેમત બાદ સિહણનું રેસ્કયું કરી પાંજરે પુરવામા આવતા મકાન માલિક અને આસપાસના રહિશો એ રાહતનો શ્વાસ લીધો હતો.
ગીરગઢડામાં સનવાવ રોડ પર આવેલ હનુમાનપરા રહેણાંકીય વિસ્તારમાં રહેતાં અલ્તાફભાઈ વજીરભાઇ વોથના મકાનમાં રાત્રિનાં સમયે સિંહણ દીવાલ કુદી અંદર ઘૂસી ગયેલ. અને આ સિંહણ અંદર પ્રવેશ કરતા ઓસરીમાં બેઠેલા પરીવારજમાં નાસભાગ મચી ગયેલ હતી. ત્યારે સિંહણ રહેણાંક મકાનમાં અંદર ઘુસી જતાં રહીશો એ રૂમનો દરવાજો તાત્કાલિક બહારથી બંધ કરી દિધો હતો. અને સિંહણ હુકારા કરવા લાગતા લોકોમાં ભય ફેલાય ગયો હતો. અને મકાન માલિકે વન વિભાગે જાણ કરતા જશાધાર રેન્જના વન વિભાગની રેસ્કયું ટીમ, નવાબંદર રાઉન્ડ સ્ટાફ સહિત તાત્કાલિક પાંજરૂ લઈ સ્થળ પર દોડી ગયેલ હતા. અને રેસ્કયુંની કામગીરી હાથ ધરવામાં આવેલ રહેણાંક મકાનમાં સિંહણ ઘુસી ગયાની આજુબાજુમાં રહેતા લોકોને થયા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
વનવિભાગની રેશક્યુ ટીમે બે કલાકની જેહેમત બાદ સિંહણને મહમુસિબતે પાંજરે કેદ કરી હતી. વન્ય પ્રાણી સિંહણને પાંજરામાં કેદ કરતા મકાન માલિક તથા આસપાસના રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આમ વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં આવતા જોવા મળતાં હોય છે. પરંતું હવે ગીર નજીકના ગામોમાં આવીને રહેણાંક મકાનમાં ઘુસી જતા હોવાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું.