છોટાઉદેપુરના નાની ઝેર નવા ફળિયા ખાતે રહેતા મગનભાઈ ઝીણીયાભાઈ રાઠવા દ્વારા તેઓની પત્ની કપલીબેન રાઠવા સાથે પૈસા બાબતે બોલાચાલી થતા હત્યા કરી હતી. ન જેવી બાબતે મગન ઝીણીયા રાઠવા એ પોતાની પત્ની કપલીબેન રાઠવા સાથે બોલા ચાલી અને મારામારી થતા કપલીબેન રાઠવા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં મામલે છોટાઉદેપુર પોલીસે તાત્કાલિક આરોપી મગન જીનીયા રાઠવાની ધરપકડ કરી છે. આરોપી જીનિયા રાઠવાને 302,504, જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી છે. અને છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

