Gujarat

કંબોડિયા મોકલી બંધક બનાવતા એજન્ટોએ 200 યુવકોને મોકલ્યા

ભારતીય યુવાનોને કંબોડિયા લઇ જઇ સાયબર ક્રાઈમ માં ધકેલી દેવા મજબૂર કરવાના અને માનવ તસ્કરીના ગુનામાં ઝડપાયેલા મનીષ હિંગૂને આજે અદાલતમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે .

એન.આઇ. એ અને રાજ્ય પોલીસની ગઈ કાલે સયુંકત કાર્યવાહી કરાઈ હતી. દેશભરમાં ૬ રાજ્યોના પંદર સ્થળો ઉપર થયેલી આ કાર્યવાહીમાં વડોદરાના મનીષ હિંગૂ ની ધરપકડ કરાઈ હતી.તપાસ દરમ્યાન ત્રણ ઈસમો ભારતમાં અને એક કંબોડિયામાં રહી આખું રેકેટ ચલાવતા હતા.

એન.આઇ. એ અને રાજ્ય પોલીસ દ્વારા સોમવારે સુભાન પૂરામાં યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ નામની ઓફિસમાં દરોડો પાડયો હતો ઓડિસાના દીનબંધુ સાહુ ને વિયેતનામ માં કોમ્પ્યુટરની નોકરીના બહાને 1.50 લાખ લઇ મોકલી આપ્યો હતો.ત્યાંથી ગેર કાયદેસર બોર્ડર પાર કરાવી કંબોડિયા લઇ ગયા હતા અને ત્યાં એની પાસે સાયબર ક્રાઈમ કરવા માટે દબાણ કરાયું હતું.

ભારત પરત આવી દીનબંધુએ એનઆઇએ તેમજ વડોદરા પોલીસને મેઇલ કરી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતવાર ઇમેલ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપી મનીષને અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે અદાલતે 4 તારીખ સુધી એટલેકે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.