Gujarat

દુબઇ જતા ટૂરિસ્ટો માટે હોટલ બુકિંગ, રિટર્ન ટિકિટ, 5000 દીરહામ ફરજિયાત

કોઈ રિટર્ન ફલાઇટની ટિકિટ વિના પ્રવાસી વિઝા પર દુબઈ જનારા મુસાફરોમાં અચાનક વધારો થયો છે, હોટલમાં રહેઠાણ માટે અપૂરતું ભંડોળ, દુબઈમાં આજીવિકા મેળવવા અને સંભવિત નોકરી શોધનારાઓ હોવાનું માનવામાં આવે છે.

ત્યારે દુબઈથી મળેલા અપડેટ મુજબ ઈમિગ્રેશન પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને મુલાકાતીઓના અનુભવને વધારવા માટે દુબઈ એરપોર્ટે પ્રવાસીઓ માટે અપડેટ એન્ટ્રી પ્રોટોકોલ જાહેર કર્યા છે. ખાસ કરીને એરલાઇને સૂચના આપવામાં આવી છે કે ટૂરિસ્ટ પર જતા પ્રવાસીઓનો પ્રોફાઇલ ચેક કરવા તાકીદ કરી છે.

દુબઇ જતા પ્રવાસીઓના પ્રોફાઇલમાં અંતર્ગત મુખ્ય ત્રણ ડોક્યુમેન્ટ હશે તો પ્રવેશ કરી શકશે. જેમાં હોટલ બુકિંગનું કન્ફર્મેશન વાઉચર , ફલાઇટની રિટર્ન ટિકિટ સાથે વેલિડ વિઝા, પ્રવાસી પાસે રોકડ અથવા ક્રેડિટકાર્ડમાં 5000 દીરહામ હોવા ફરજિયાત છે. એરપોર્ટ પર એરલાઇન્સ દ્વારા પ્રવાસીઓનું સ્કેનિંગ કરવામાં આવશે નહીંતર એરલાઇનને પાંચ હજાર દીરહામ દંડ ફટકારાશે.