Gujarat

ઉનાના આમોદ્રા ગામમાં મચ્છર જન્ય રોગચાળો અટકાવવાફોગ મશીન દવાનો છટકાવ કરાયો..ગ્રામપંચાયત તથા આરોગ્ય વિભાગ દ્રારા કામગીરી કરાઈ

ઉનાના આમોદ્રા ગામમાં મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માટે ગ્રામપંચાયત તથા આરોગ્ય વિભાગ દ્રારા ફોગ મશીનથી ડી. ડી. ટી. દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ આરોગ્ય વિભાગનો સ્ટાફ જોડાયો હતો.

આમોદ્રા ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ આરોગ્ય વિભાગના યશપાલસિંહ ચૌહાણ તેમજ યુવા અગ્રણી ગૌરવસિંહ મોરી, બ્રિયશસિંહ મોરી ની દેખરેખ હેઠળ આજે ગામના આંગણવાડી, સ્કૂલ, હવેડા વિસ્તાર તેમજ ગામની દરેકે શેરીઓમાં ડી.ડી.ટી.નો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ ગામની દરેક સ્કૂલો, આંગણવાડીઓ વિગેરે સ્થળોએ સરપંચ પતિ અજિતભાઇ મોરીનાં માર્ગદર્શન હેઠળ ફોગ મશીન થી દવા છાંટવામાં આવેલ હતો.