Gujarat

અટલ સરોવરમાં ઘરેથી નાસ્તો લઈ જવાની મનાઈ

રાજકોટમાં તૈયાર થયેલા અટલ સરોવરની મુલાકાત રોજ સેંકડોની સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મોટેભાગે સાંજના સમયે સહ પરિવાર સાથે જતાં સહેલાણીઓ અટલ સરોવરમાં બેસીને ભોજન લઈ શકે તેમ જ નાસ્તો કરી શકે તેવી ઈચ્છા રાખતા હોય છે.

જોકે રાજકોટ મનપાએ એજન્સીને પીળો પરવાનો આપી દેતા અટલ સરોવરની મુલાકાતે જનાર કોઈપણ વ્યક્તિને સાથે નાસ્તો અથવા ખાવા-પીવાની વસ્તુ લઈ જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

જોકે અટલ સરોવરની ફૂડ કોર્ટમાં મળતી તમામ પેકડ વસ્તુઓના પ્રિન્ટ મુજબ રૂપિયા લેવાનો પણ આદેશ કરાયો છે, પરંતુ સમોસા-કચોરી સહિતની લાઈવ આઈટમોમાં નિર્ધારિત કરેલા રકમ લેવાની છૂટ આપવામાં આવી છે.