Gujarat

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીએ માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું છે

ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ તારીખ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી તમામ 14 મંડલોમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજાઈ હતી. જેમાં શહેર અને પંચાયતના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા.

આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નિરલ પટેલ તથા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ની ઉપસ્થિતિમાં માતરીયા તળાવ થી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગામાં સૌ લોકો હાથોમાં તિરંગા સાથે જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટાભાગના તમામ ઘર પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવાશે. રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા આ પર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લેવાર છે.