Gujarat

વિશ્વ યોગ દિન ઉજવણી અંતર્ગત

21 જૂન 2024 ના રોજ શ્રી હડિયાણા માધ્યમિક શાળા , શ્રી હડિયાણા કન્યાશાળા તેમજ હડિયાણા તાલુકા શાળાના સંયુક્ત ઉપક્રમે શ્રી હડિયાણા માધ્યમિક શાળાના પટાંગણમાં “વિશ્વ યોગ દિન” ની ઉજવણી કરવામાં આવી. જેમાં ત્રણેય શાળાના બાળકો તેમજ તમામ સ્ટાફ મિત્રો જોડાયો. શરીરની ઉર્જા મળે અને શરીર તંદુરસ્ત રહે તેવા વિવિધ પ્રકારના યોગા કરવામાં આવ્યા. આ શાળાના વ્યાયામ શિક્ષક શ્રી ભરતકુમાર એલ. ઝાલા એ તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફ ગણ વિવિધ આસનો સાથે તેમનાથી ફાયદાઓ સમજાવી જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમમાં હડિયાણા ગામના આંગણવાડીના બહેનો પણ જોડાયા હતા. આમ સમગ્ર વાતાવરણ યોગમય બની રહ્યું.  શાળા પરિવાર તરફથી વિશ્વ યોગ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી.