સવિનય સાથ અમો અરજદારની માનસર અરજ છે કે,
(૧) ધોરાજી નગર સેવા સદનના નગરજનો માટે પીવાના તથા વાપરવાના પાણીની વ્યવસ્થા નગર સેવા સદન દ્રારા કરવામાં આવે છે. પરંતુ હાલ આ વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે. તેમજ અનીયમીત વ્યવસ્થા થઈ ગયેલ છે. અને ધોરાજી શહેરના લોકોને પીવાનુ તથા વાપરવાનુ પાણી છેલ્લા ત્રણ માસથી દર સાત દિવસે એકવાસ આવે છે. જેના કારણે ધોરાજી શહેરના નાગરીકો છતા પાણીએ હાલાકી ભોગવી રહીયા છે.
(૨) ધોરાજી શહેરમાં છેલ્લા ત્રણ માસથી દર સાત દિવસે એક વાર પાણી આવે છે. પરંતુ તે પહેલા પણ દર પાંચ દિવસે એકવાસ પાણી આવતુ હતુ. તેમાં પણ લોકોને સમસ્યા થતી હતી તેથી તાત્કાલીક ધોરાજી શહેરના લોકોએ પીવાનુ તથા વાપરવાનું પાણી તેમની જરૂરીયાત અને સમયસર મળી રહે તેવી તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે.
(૩) ધોરાજી નગર સેવા સદન લોકોને તેમની જરૂરીયાત મુજબ પાણી આપવાની ફરજ ચુકી ગયેલ છે. અને હાલના ઉનાળાના દિવસોમાં લોકોને પાણીની ખુબજ જરૂરીયાત થતી હોય છે અને નાના અને મધ્યમ વર્ગના લોકોને જે સાત-સાત દિવસોએ પાણી આવતુ હોય તો તેઓ ને તેમના રહેણાંક મકાનમાં પાણી સ્ટોરેજ કરવાની જગ્યા પણ હોતી નથી. અને આવા ગરીબ અને નાના અને મધ્યમ વર્ગના લોકોને પાણી આવ્યા બાદ વધીને એક કે બે દિવસ પુરતુ સ્ટોરેજ કરી શકે છે. અને અન્ય લોકોને પણ સાત-સાત દિવસ ચાલે તેટલુ પીવાનુ તથા વપરાશ કરવાનું પાણીનું પણ સ્ટોરેજ ન હોય માટે લોકોને તેમની જરૂરીયાત મુજબનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર મળી રહે તે માટેની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે.
(૪) ધોરાજી નગર સેવા સદન ધોરાજી શહેરની પ્રજાને તંત્ર દ્રારા સાત-સાત દિવસે પાણી આપવામાં આવે છે. છતા લોકોમાં સહન સીલતા છે અને સહન કરવાની શકિત ધરાવે છે. પરંતુ આવનારા દિવસોમાં લોકોની સહન શક્તિમાં ઘટાડો થશે અને જે કોઈપણ લોકો દ્વારા પાણી પ્રશ્ને આંદોલન થશે તો તેની જવાબદારી આપશ્રીની અને ધોરાજી નગર સેવા સદનના લાગતા-વળગતા કર્મચારીની અને અધિકારીશ્રીઓની રહેશે. તેથી લોકોની સહન શકિત ઘટે તે પહેલા લોકોને પુરતા પ્રમાણમાં અને તેમની જરૂરીયાત મુજબનું સમયસર પાણી મળે તેવી તાત્કાલીક વ્યવસ્થા કરવા વિનંતી.
(૫) ધોરાજી શહેરને પાણી પુરૂ પાડતો ફોફર ડેમ તેમજ ભાદર-૨ ડેમ આવેલ છે. અને ધોરાજીના લોકોને પુરતા પ્રમાણમાં પાણી બન્ને જળાશયોમાંથી મળી શકે તેમ છે. અને બન્ને જળાશયોમાં પુરતા પ્રમાણમાં પાણી આવેલ છે. પરંતુ છતા પાણીએ ધોરાજીના નગરજનો ને સાત-સાત દિવસે પાણી મળે છે. અને પાણી માટે લોકો વલખા મારે અને પાણી માટે ભટકવુ પડે છે. માટે તાત્કાલીક પાણી સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
(૬) ધોરાજી નગર સેવા સદન દ્રારા પાણી આપવા માટેની વ્યવસ્થા છે તેમાં પાણીને શુધ્ધ કરવા માટેનો ફીલ્ટર પ્લાન પણ આવેલ છે. પરંતુ સાત-સાત દિવસે એકવાર આવતુ પાણી ડહોળુ અને ગંદુ અને ફીલ્ટર કર્યા વગરનું પાણી આવે છે. અમોને જાણ છે ત્યા સુધી છેલ્લા પાંચ વર્ષથી ફીલ્ટર પ્લાન બંધ છે. અને તેના કારણે લોકોને પ્રદુષીત પાણી આપવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. માટે તાત્કાલીક ફીલ્ટર પ્લાન ચાલુ કરીને લોકોને ચોખ્ખુ અને શુધ્ધ પાણી આપવા માટે તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે.
(૭) ધોરાજી નગરના અમુક વિસ્તારમાં પીવાના પાણીની લાઈન તુટી ગયેલ હોય અગરતો લીકેજ હોવાના કારણે આ પીવાના પાણીની લાઈનમાં ગંદુ પાણી ભળતુ હોવાને કારણે જયારે સાત દિવસે એકવાર પાણી આવે ત્યારે ગંદુ ખરાબ અને દુર્ગંધ મારતુ પાણી આવે છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. તો આવા પીવાના પાણી સાથે ગંદુ પાણી ભળતુ હોય અને આવતુ હોય તેવી ફરીયાદોને તાત્કાલીક નીકાલ કરવાથી લોકોના આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે માટે આવી ફરીયાદોનું તાત્કાલીક નીરાકરણ કરવું જોઈએ.
(૮) ધોરાજી નગર સેવા સદન ધોરાજીના અમુક વિસ્તારમાં પાણીજ આવતુ નથી. અગરતો પુરતા પ્રમાણમાં પાણી આવતુ નથી. તેથી સાત દિવસે એક વાર પાણી આવતુ હોય તે પણ લોકોને મળી શકે નહી અને આવા લોકોને પાણી માટે ફાફા મારવા પડે નહી અને લોકોને પાણી મળી રહે તે માટે આવી ફરીયાદોનું તાત્કાલીક નીકાલ કરવુ જોઈએ. જેથી તમામ લોકોને સમયસર અને પુરતા પ્રમાણમાં પાણી મળી શકે.
જેથી અરજ છે કે :-
ધોરાજી નગર સેવા સદન ધોરાજીના લોકોને છેલ્લા ત્રણ માસથી સાત દિવસે એક વાર પીવાનું અને વાપરવાનું પાણી મળે છે અને તે પહેલા પણ પાંચ દિવસે એકવાર પાણી મળતુ તેમજ છેલ્લા ત્રણ માસથી સાત દિવસે એકવાર પાણી મળે છે તે પણ ફીલ્ટર વગરનું પાણી મળે છે. તેમજ અમુક વિસ્તારમાં પીવાના પાણીની લાઈન તુટી ગયેલ હોય અને તેની સાથે ગંદુ પાણી ભળતુ હોવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. તે રીપેરીંગ થતુ નથી. તેમજ અમુક વિસ્તારમાં પીવાનુ પાણી લાઈન દ્વારા મળતુ જ નથી. તેની ફરીયાદોનો નિકાલ થતો નથી. તેથી ધોરાજીના નાના-મધ્યમ અને ગરીબ લોકોને પીવાના પાણીની અનીયમીત વ્યવસ્થાના કારણે સમસ્યાથી પીડાય છે. અને નગર સેવા સદનના કર્મચારીઓ અને વહીવટ કરતા અધિકારીઓ દ્વારા પીવાના પાણી પ્રશ્ને ઉમ દાખવેલ છે. છતા પાણીએ નાપાણીયા સાબીત થયેલ છે. અને ધોરાજીના લોકો તેમની સહનસીલતા ગુમાવે અને આક્રમક મીજાજ બતાવે અને પાણી પ્રશ્ને યુધ્ધ અને આંદોલન થાય તે પહેલા દર બે દિવસે લોકોની જરૂરીયાત મુજબ સમયસર પાણી મળી રહે તે માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી આપના દ્વારા કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં લોકો દ્રારા આંદોલન થશે તો તેની તમામ જવાબદારી આપના અને લાગતા વળગતા અધિકારીશ્રીઓની રહેશે. જેથી લોકોને તેની જરૂરીયાત મુજબનુ પીવાનું તથા વાપરવાનુ પાણી સમયસર મળે તે માટે તાત્કાલીક કાર્યવાહી કરવા અરજ છે.

