Gujarat

છોટાઉદેપુર તાલુકાના હરપાલપૂરા ગામમા નવીન બનેલ શાળાના કામમા તકલાદી કામ થતું હોવાનો ગામના લોકો વિડિયો વાયરલ કર્યો

છોટાઉદેપુર જિલ્લો જાણે ભ્રષ્ટાચારીઓ માટે જાણે હબ બની ગયો છે. ભ્રષ્ટાચારીઓ પર જાણે અધિકારીઓનો અંકુશ જ નથી રહ્યો.
 વારંવાર જિલ્લા માથી  ભ્રષ્ટાચારનાં કિસ્સા સામે આવી રહ્યા છે . નકલી કચેરી હોઈ કે પછી નકલી સિગ્નેચર નો કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના લોકોની વાતતો અધિકારીઓ સાંભળતા નથી જેને લઇ આવા કિસ્સામા નાં છૂટકે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા વિડિયો બનાવી  સોશિયલ મીડિયામા લોકો વાયરલ કરતા હોઈ છે. આવોજ વિડિયો છોટાઉદેપુર જિલ્લાના હરપાલપૂરા ગામનો સામે આવ્યો કે જેના હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામા આવી રહ્યું છે. આ વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે આ બાબત ને ખરાઈ કરવા અમારી ટીમ ગામમા પહોચી જ્યા ગામના લોકો પેટા કોન્ટ્રાકટર સાથે માથાકૂટ કરી રહ્યા હતા . ગામના લોકો આક્ષેપ સાથે જણાવી રહ્યા હતા. કે કામ કરવું હોઈ તો યોગ્ય કરો . જે મટીરીયલ વાપરવામા આવે છે. તે પૂરતું ના હોઈ તો પાયા મજબૂત નહિ બને પાયા જ મજબૂત નહિ હોઈ તો બિલ્ડિંગ પણ કમજોર બનશે. આ વાત જણાવી રહ્યા હતા . ગામના લોકો પણ કહેવતો કોન્ટ્રાકટર ટસ મશ થવા તૈયાર ન હતો બસ એકજ રટણ ગતો હતી કે તમને સમજણ ના પડે કામ તો યોગ્ય જ ચાલી રહ્યું છે. જો તમને આયોગ્ય કામ લાગતું હોઈ તો ઉપર રજૂઆત કરો
આ બાબતે અમારી ટીમે ચકાસણી કરવા કામ કરતા મજૂરો ને પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે 8 તગારા કપચી.8 તગારા રેતી અને ત્રણ તગારા સિમેન્ટ વાપરવા મા આવતો હોય તે યોગ્ય ના હોઈ તેમ મજૂરો પણ જણાવી રહ્યા છે. જે લેબર કોન્ટ્રાકટર હોવા નું જમાવનાર વ્યક્તિ એ પણ ખુદ કબૂલ્યું કે માલ યોગ્ય નથી બની રહ્યો જે કપચી નો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં પુષ્કળ પ્રમાણ મા ડસ્ટ હતો જે માલ બનાવવાના ઉપયોગ મા લેવાય રહ્યો હતો .જે યોગ્ય ના કહેવાય કોન્ટ્રાકટર નું કહેવું છે કે જ્યા થી માલ મંગાવવા માં આવે છે ત્યાં થી જ  ડસ્ટ વાલી કપચી આવતી હોઈ તો અમે શું કરીએ વાપરવી પડે છે .
અમારી ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે  તંત્ર તરફ થી એન્જિનિયર હજાર ના મળ્યા તો બીજી તરફ તંત્ર એ જે કોન્ટ્રાક્ટરની કામ સોંપ્યું હોઈ તે પણ હાજર ના હોઈ વિચારો કામ કેવું થસે ગામના લોકો નું કહેવું છે કે પાયો જ મજબુત નહિ બને તો બિલ્ડિંગ કેવી બનાવે અમારા બાળકો નું શું?
આ બાબતે જ્યારે અધિકારી ને પૂછવા માં આવતા તેમને જણાવ્યું કે જો કામ મા ક્ષતિ જણાશે તો કોન્ટ્રાકટર ને બલેક લીસ્ટ પણ કરવામા આવશે અધિકારી કામ ને લઈ યોગ્ય તપાસ કરવાની બાહેધરી તો આપી રહ્યા છે. જોવા નું એ રહે છે કે અધિકારી જાત તપાસ કરશે ટી શું સામે આવે છે.