છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે આવેલ પેટા વિભાગ ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત NADEP પદ્ધતિથી ખેડૂતો માટે ખાતર બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સાથે સંયુક્ત ખેતી નિયામક એમ.એમ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એચ પંચાલ તેમજ મદદનીશ ખેતી નિયામક કુણાલ પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામસેવકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

