Gujarat

રાજ્યમાં દિવાળીના ત્રણ જ દિવસમાં ૨,૮૨૯ વધુ માર્ગ અકસ્માતો નોંધાયા

ત્રણ દિવસમાં કુલ ૨,૮૨૯ રોડ ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે ૯૨૧, ૮૨૭ અને નવા વર્ષના દિવસે ૧,૦૮૧ કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક ૯૪૩ કેસ હતા. ત્રણ દિવસમાં કુલ ૨,૮૨૯ રોડ ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે ૯૨૧, ૧ નવેમ્બરે ૮૨૭ અને નવા વર્ષના દિવસે ૧,૦૮૧ કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક ૯૪૩ કેસ હતા. આ ૪૮૧ કેસની સામાન્ય સરેરાશથી ૯૬.૦૫% વધારો દર્શાવે છે. સૌથી વધુ ઘટનાઓ ધરાવતા જિલ્લાઓમાં, સરેરાશ ૨૦ કે તેથી વધુ દૈનિક કેસ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે.

જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નવસારી, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા, કચ્છ અને ખેડાનો સમાવેશ થાય છે. કુલ ઈમર્જન્સીમાં ટકાવારીમાં વધારો બોટાદ, પંચમહાલ, ડાંગ, અરવલ્લી, દાહોદ, જૂનાગઢ અને સાબરકાંઠામાં સૌથી વધુ જાેવા મળ્યો હતો. અમદાવાદમાં ઈમરજન્સીમાં એકંદરે ૨.૫૨%નો ઘટાડો જાેવા મળ્યો હતો. માર્ગ અકસ્માતોમાં ૩૯.૨૬%, શારીરિક ઈજાના કેસોમાં ૧૨૩.૮૧% અને બળીને લગતા કેસો, સૌથી વધુ ૨૮ ઘટનાઓ છે.

ત્રણ દિવસમાં કુલ ૯૮૮ શારીરિક ઈજાના કેસો નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે ૩૨૩, ૧ નવેમ્બરે ૩૮૧ અને નવા વર્ષના દિવસે ૨૮૪ કેસ નોંધાયા હતા. આ સરેરાશ ૩૨૯ દૈનિક કેસ છે, જે સામાન્ય ૧૪૪ કરતા વધારે છે, જેમાં ૧૨૮.૭% કેસનો વધારો જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર અને વડોદરા ટોચના જિલ્લા હતા, દરેક સરેરાશ ૧૦ કે તેથી વધુ દૈનિક કેસ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે.