એક સાથે 50 બાળકો એજ જગ્યા ઉપર બેસીને અભ્યાસ કરવા મજબૂર જેને લઇ બાળકોના શિક્ષણ ગંભીર અસર પડે છે. પંખાની પણ સુવિધા નથી. ગરમીમાં બાળકો શેકાઈ રહ્યા છે.
નસવાડી તાલુકાના કાડકોચ ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 50થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જયારે ગામમાં વર્ષો પેહલા શાળા બની હતી. અને શાળામાં 3 ઓરડા બનાવ્યા હતા. જે ત્રણે ઓરડાના પતરા કટાઈ ગયા છે. અને ઓરડાની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. જયારે ઓરડાની છતના કેટલાક પતરાઓ ઉડી પણ ગયા છે. અને દીવાલો
ઉપર લીલ પણ જામી ગઈ છે.

ચોમાસામાં આ ઓરડામાં બાળકો અભ્યાસ ના કરી શકતા અને બાળકોને જીવનું જોખમ ઉભું થતા હવે કાડકોચ ગામમાં આશાવર્કરના મકાનમાં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવાની નોબત આવી છે. જયારે હાલ 50 જેટલા બાળકો એક સાથે એક જ જગ્યા ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. જેના કારણે પાયાના શિક્ષણ ઉપર બાળકોને અસર પડી રહી છે. જયારે એક જ શિક્ષક હોવાના કારણે શિક્ષકને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. જયારે પંખાની પણ સુવિધા નથી. અને ગરમીમાં બાળકો શેકાઈ રહ્યા છે. વારંવાર ઓરડા બનાવવા આપવા ગ્રામજનો અને શિક્ષકએ જિલ્લા અને તાલુકાના અધિકારીઓને રજૂઆતો કરી છે.

છતાંય હજુ સુધી અધિકારીઓ કે નેતાઓ જગ્યા જ નથી. જેના કારણે હાલ આદિવાસી બાળકોને આ રીતના અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. જયારે ગામના બાળકો ભણે તે માટે આશાવર્કરએ પોતાનું મકાન આપ્યું છે. પરંતુ જો મકાન ન મળ્યું હોત તો બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરત જયારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આડેધડ આયોજનો કરી વપરાઈ રહી છે. અને વિકાસની વાતો થઇ રહી છે. શિક્ષણનું બજેટ સૌથી વધુ છે. ત્યારે આજે પણ આદિવાસી બાળકો શાળાઓમાં નહિ પરંતુ આશાવર્કરના મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

