છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામ આદિવાસી વિસ્તારના છેવાડે ગામ આવેલું છે. આ ગામમાં 5 હજાર જેટલી વસ્તી આવેલી છે. જયારે આ ગામમાં અલગ અલગ ફળીયા ડુંગરોના વચ્ચે આવેલા છે. જ્યાં પ્રાથમિક સુવિધાનો આટલા વર્ષો પછી પણ અભાવ છે. કુકરદા મુખ્ય રસ્તા થી આંબાબાર ફળીયા સુધીનો 3 કિલોમીટરનો રસ્તો કાચો છે. રસ્તા વચ્ચે નદી આવે છે. જયારે આબાબાર ફળીયામાં 50 મકાનો અને 200 જેટલી વસ્તી આવેલી છે ત્યાંના બાળકો શિક્ષણ માટે દરરોજ પગપાળા જાય છે. જયારે અચાનક કોઈને સારવાર માટે દવાખાને જવું હોય ત્યારે ભારે મુશ્કેલી પડે છે. 108 એમ્બ્યુલન્સ આ ફળીયા સુધી ના આવી શકતી હોય જેને લઇ સગર્ભા મહિલાઓને જોલીમાં નાખી મુખ્ય રસ્તા સુધી લઇ જવી પડે છે. જયારે આ ફળીયાના લોકો ચોમાસાના 4 મહિના સુધી માર્ગ બંધ હોવાથી સામે કાંઠે જઈ શકતા નથી. જયારે ઘર ગુજરાણ માટે ચીજ વસ્તુ લાવવા પગપાળા ચાલી મુખ્ય રસ્તા સુધી ચાલીને જવું પડે છે.

જયારે આ રસ્તાને લઇ સંખેડાના ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરી છે. જયારે અગાઉના જિલ્લા વિકાસ અધિકારી આ રસ્તાની મુલાકાત લઇ ચુક્યા છે. ત્યારે તંત્રના અધિકારીઓ અને નેતાઓ આ સમગ્ર હક્કીત થી વાફિક હોવા છતાંય આજ દિન સુધી આ રસ્તોની સમસ્યા ઉકેલી શક્યા નથી. જેને લઇ કુકરદા ગામના લોકો ભેગા થઇ ડુંગરોના કાચા રસ્તા ઉપર ઉભા રહી અધિકારીઓ અને નેતાઓને અવાજ પોહચે તે માટે ઢોલ નગારા અને શરણાઈ વગાડી અનોખો વિરોધ કર્યો હતો. જયારે હવે જોવાનું રહ્યું કે આ અવાજ અધિકારીઓ અને નેતાઓને સાંભળ્યો કે નહિ કે પછી વર્ષોથી દુઃખ ભોગવી રહેલા લોકોની સમસ્યા યથાવત રહેશે.