શહેરા તાલુકાના લીંબોદરા ગામે બાર ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચઢતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી ગામમાં રહેતા સ્થાનિક ગ્રામજને તાત્કાલિક જાનવરોના બચાવ અને ઉત્થાન માટે કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરી હતી.

જેથી જીવદયા પ્રેમી સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને એક બાર ફૂટના લાંબા અજગરનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. જેના કારણે ગામમાં રહેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરા તાલુકાના લીંબોદરા ગામે એક 12 ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચઢતા ગ્રામજનોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો અને ગામમાં રહેતા સ્થાનિક લોકોએ તાત્કાલિક જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરી હતી.

જેથી જીવદયા પ્રેમી સંસ્થાએ તાત્કાલિક શહેરા તાલુકાના લીંબોદરા ગામમાં એક ખેતરમાંથી 12 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરી અને સલામત સ્થળે છોડી મૂક્યો હતો. જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

