Gujarat

જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં પોલીસે ખિસ્સા કાતરૂ કે ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરતા તત્વો સામે સતર્ક રાખવા લાઈવ ડેમોસ્ટ્રેશન કર્યું

દિવાળીના તહેવારો હાલ નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખરીદી કરવા માટે બજારોમાં જઈ રહ્યા છે. તે સમયે ચોરીની ઘટનામાં પણ વધારો થાય છે. જુનાગઢ શહેરના સતત ભીડભાડથી ધમધમતા માંગનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા ખિસ્સા કાતરૂ કે ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરતા તત્વો સામે સતર્ક રહેવા લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું.

બજારમાં ખરીદી કરતી મહિલાઓનું ધ્યાન જ્યારે ખરીદી કરવામાં હોય ત્યારે ખિસ્સાકાતરૂ કે ચોર ગઠિયાઓ ચીજ વસ્તુઓ ચોરી જાય છે. જે સંજોગો ન સર્જાય તે માટે એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા લાઈવ ડેમો સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એ ડિવિઝનના પીએસઆઇ દ્વારા મહિલાઓ જ્યારે ખરીદી કરતી હતી. ત્યારે તેમનું ધ્યાન ખરીદીમાં હતું તે સમયે તેના મોબાઈલ, પર્સ કે અન્ય ચીજ વસ્તુઓ લઈ તેમનું ધ્યાન પોતાના મોબાઈલ પર કે ચીજ વસ્તુઓ પર રાખવા જણાવ્યું હતું.

હાલમાં જ્યારે દિવાળીના તહેવાર નિમિત્તે લોકો ખરીદી કરવા બજારમાં જતા હોય છે. ત્યારે ઘણી વખત ખરીદી કરવામાં મશગુલ મહિલાઓ પોતાના કીમતી મોબાઈલ કે સામાન ચોરી થયાના કલાકો બાદ ખ્યાલ આવે છે. અને બાદમાં મહિલાઓ ચીજ વસ્તુઓ ચોરી થયાની ફરિયાદ પોલીસમાં કરતા હોય છે.

ખરીદી કરવા આવતા લોકોની પણ પહેલી ફરજ છે કે પહેલા તેમના કીમતી મોબાઈલ સામાન કે પર્સને સાચવીને રાખવો જોઈએ. જેને લઇ આજે ચોરી કે છેતરપિંડીના બનાવો ન બને અને તહેવારોમાં ચોર ગઠિયાઓ કે ખિસ્સા કાતરુઓ સક્રિય ન થાય તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.