Gujarat

માંગરોળ તાલુકામાં ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે શાળામાં જ જાતિના પ્રમાણપત્રો કાઢી આપવા માટેના કેમ્પોની શરૂઆત કરવામાં આવી 

માંગરોળ તાલુકાના વિદ્યાર્થીઓને તાલુકાના મુખ્ય મથક સુધી જાતિના દાખલા કઢાવવા માટે ધક્કો નાં ખાવો પડે એટલા માટે માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા, તાલુકાના પદાધિકારીઓ અને આગેવાનોના આર્થિક સહયોગથી ગ્રામ્ય શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્રો કાઢવા માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરી દ્વારા લોએજ ગામથી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોએજ ગામે 348, ચંદવાણા ગામે 69 અને શીલ ગામે 25 જાતિના પ્રમાણપત્રો ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારી આર. વી. ઓડેદરાના હસ્તે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવેલ. આગામી સમયમાં માંગરોળ તાલુકાના તમામ 59 ગામોમાં આવી જ રીતે શાળામાં જ કેમ્પનું આયોજન કરીને વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો વિનામુલ્યે કાઢવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.