Gujarat

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા દિવ્ય શોભાયાત્રાના આયોજન યોજી શ્રીરામ નવમીની હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ..

કેસરીયા સાફામાં સજ્જ બજરંગીઓ દ્વારા જય જય શ્રીરામ ના નારાઓથી નગર ગુંજી ઉઠ્યુ
 માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકળી હતી જેમા વિશાળ સંખ્યામાં લોકો ડીજેના તાલે વિવિધ સંગઠનો યુવક મંડળો દ્વારા તૈયાર કરેલ કલાત્મક આકર્ષક ઝાંખીઓ સાથે કેસરીયા સાફા માં સજ્જ ભગવા ધ્વજો સાથે રામ ભક્તો જય જય શ્રીરામ ના નારાઓથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યુ હતુ માંગરોળની આ શોભાયાત્રા સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અને સૌથી લાંબા રૃટની ઐતિહાસિક શોભાયાત્રા બની હતી
આ શોભાયાત્રા બહારકોટ થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય માર્ગો ઉપર પસાર થતા દરેક રુટો પર ધર્મ પ્રેમી લોકો દ્વારા પુષ્પ વર્ષા થી સ્વાગત કરાયુ દરેક ચોક પર સરબોતો આઇસક્રીમ છાસ અને ઠંઠુ પાણી પીવડાવાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી આ શોભાયાત્રા લાલજી મંદિર ચોક ખાતે પુર્ણ કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા કલાત્મક આકર્ષક ફ્લોટ્સના આયોજકોને અયોધ્યા શ્રીરામ ભગવાનની છબી આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા જોડાયેલ તમામ લોકો અને સુંદર બંદોબસ્ત રાખી સહયોગ આપવા  બદલ સમગ્ર પોલીસ વિભાગ સહીત મામલતદાર સાહેબ, નગરપાલીકા, જીઇબી, દાતાશ્રીઓનો તેમા લીમડાચોક શુસોભનના મુખ્ય દાતાશ્રી મુળ માંગરોળના હાલ મુંબઇમા રહેતા દાનવીર જયેશભાઈ જેઠાલાલ શાહ પરિવાર સહીત શોભાયાત્રા સાથ સહકાર આપનાર તમામનો રામભક્તોનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવા માંગરોળ શહેરની અંદર મોટી માત્રામાં ગેટ સાથે બેનરો અને હોર્ડિંગ્સ રસ્તાઓ ઉપર દુકાનો મકાનોમાં ભગવા ધ્વજો અને શહેરના મુખ્ય લીમડાચોક ની સજાવટ સહીતના અલગ અલગ કામોને પુર્ણ કરવા વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ આગેવાન વિનુભાઈ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,ઉપપ્રમુખ પરેશભાઈ જોશી, મહેશભાઈ ઘેરાવડા,પંકજભાઇ રાજપરા,બજરંગ દળના ધવલ પરમાર, અમીશ પરમાર, વિમલ ગોંડલીયા, દર્શન પટ્ટણી સહીતના હોદેદારો અને બજરંગદળના યુવાનો કાર્યકતાઓ દ્વારા દિવસ રાત મહેનત કરી રામમય માહોલ બનાવ્યો હતો
આ દિવ્ય શોભાયાત્રામાં જુનાગઢ તેમજ ગીર સોમનાથનાં યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ભાજપનાં રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઇ મસાણી, જીલ્લા ભાજપ આગેવાન માલદેભાઈ ભાદરકા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, હરીશભાઈ રૂપારેલીયા, કિશનભાઇ પરમાર,તરુણગીરી બાપુ,પ્રફુલભાઈ નાંદોલા, રાકેશભાઈ ભરડા સહીતના અગ્રણીઓ માંગરોળ શહેરના તમામ જ્ઞાતિનાં પ્રમુખો આગેવાનો વેપારી અગ્રણીઓ, ધાર્મિક સામાજિક રાજકીય સંગઠનોનાં પ્રતિનિધિઓ તેમજ માંગરોળ શહેર તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારની ધર્મપ્રેમી જનતા ખુબ વિશાળ સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ શ્રીરામ નવમીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ