Gujarat

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્ની ઘર છોડી નીકળી ગઈ હતી

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે પતિએ અપશબ્દો બોલતા પત્ની ઘર છોડી નીકળી ગઈ હતી. જે બનાવની જાણ થતા 181 મહિલા હેલ્પલાઈન ટીમ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડી મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

મોરબી 181 મહિલા હેલ્પલાઈન પર એક સજ્જન વ્યક્તિનો ફોન આવ્યો, જેમાં એક મહિલા તેની બાળકીઓ સાથે મંદિર પર આવ્યા છે. બહેન રડતા હોય જે હિન્દી ભાષા બોલતા હોવાની માહિતી આપી હતી. જેથી 181 ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાનં કાઉન્સેલિંગ કર્યું હતું અને તેની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો.

ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્નને છ વર્ષ થયા છે અને બે બાળકીઓ છે. પતિ સાથે કારખાનામાં રહીને મજૂરી કરે છે. આજે જમવાનું બનાવ્યું હોય જેમાં પતિએ સબ્જીમાં નમક વધારે છે કહીને અપશબ્દો બોલી હાથ ઉપાડ્યો હતો. જેથી પતિને કહ્યા વગર ઘર છોડીને નીકળી ગઈ હતી. રિક્ષામાં બેસી મોરબી એક મંદિર પાસે આવી ગઈ હતી.

જેથી 181 ટીમે પતિના નંબર મેળવી પતિને કોલ કરી વાતચીત કરી હતી અને પતિ પણ પત્નીની શોધખોળ કરતો હોય જેથી સરનામું આપતા પતિ આવી ગયો હતો. જ્યાં મહિલાના પતિને કાયદાની સમજ આપી હતી અને આજ પછી પત્ની પર હાથ નહિ ઉપાડે તેવી ખાતરી આપી હતી. બહેનને પણ સમજાવતા તેઓ પતિ સાથે જવા રાજી થયા હતા. આમ 181 ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું.