Gujarat

ઉનાના નાઠેજ ગામે ધોળા દિવસે સિંહે કર્યું ગાયનુ મારણ…વાવરડા ગામે રાત્રીના દીપડા એ વાછરડાનું મારણ કર્યું…લોકોમા ભય ફેલાયો.

ઉનાના નાઠેજ ગામે ધોળા દિવસે સિંહે ગાયનુ મારણ કરી નાશી જતાં ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તેમજ વાવરડા ગામની સીમમાં ગત રાત્રીના દીપડો આવી ચડતા વાછરડા પણ હુમલો કરી મારણ કર્યું હતું. જેથી ગ્રામજનો ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.

નાઠેજ ગામના રમેશભાઈ ચીનાભાઈ મારુની ગાય આજે દિવસ દરમ્યાન સુલતાનપૂર ગામના રોડ ઉપર ખેતરમા ચરતી હતી. ત્યારે અચાનક સિંહ આવી ચડતા ગાયને નિશાન બનાવી તેના પર હુમલો કરી દીધો હતો. અને ત્યાંજ ગાયનુ મારણ કરેલ નાશી ગયેલ. આમ ધોળાં દિવસે સિંહે ગાય પર હુમલો કરી મારણ કરતા ગામમાં
તેમજ ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો હતો.
જોકે આ વિસ્તારનાં અવાર નવાર સિંહ પરીવારે વસવાટ કર્યો હોય તેમ લોકોને દિવસે અને રાત્રીનાં રસ્તા જોવાં મળતાં હોય છે જેથી લોકોમા ભય જોવા મળી રહ્યો છે.