જામનગરની LCBની ટીમે ગુજરાત,મધ્યપ્રદેશ ,રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાં અલગ અલગ ગુનાઓ આચરતી કુખ્યાત ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછમાં 28 જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો છે, ઉપરાંત તેઓના અન્ય 12 સાગરીતોના નામો પણ ખુલ્યા છે. પોલીસે મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

જામનગરની LCBની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા ફરારી આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત હતા. દરમ્યાન LCB PSI આર.કે.કરમટા તથા વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ સી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન જાડેજા, કિશોરભાઇ પરમાર, કલ્પેશ મૈયડ તથા સાથો સાથે ટેકનીકલ સેલના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર તેમજ હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, ખાનગી રાહે હકિકત મળી હતી કે, જામ સીટી સી ડીવી પો.સ્ટેશન ના ચોરી ના ગુનાના ત્રણ ફરારી આરોપીઓ રાજુ સુમાલસિંગ પંચાલ , દિપક સુમાલસિંગ પંચાલ, પ્રભુભાઇ જવરસિંગ બધેલ રહે.

ત્રણેય ઘોટીયાદેવ તા.કુક્ષી જી-ધાર (મધ્યપ્રદેશ) વાળા લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલાં છે. જે ત્રણેય કાળા કલરની નંબર વગરની અર્ટીગા કાર લઈ ને શહેરમા બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ આગળ કોઇ ગુનાને અંજામ આપવા એકઠા થયેલાં છે, તેવી ચોક્કસ બાતમી મળતા ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.

