Gujarat

માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતી હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થાય તે માટે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે PMJY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા Ma Card માંથી તો પૈસા લેવાય છે. પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે, તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું PMJY Card નું Payment રેગ્યુલર આવે છે.
અને ઘણી બધી હોસ્પિટલનું Payment ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે, એની તપાસ થવી જોઈએ, સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે, તો Ma Card માં શા માટે ઓપરેશન કરવામાં આવે છે, ગુજરાતમાં PMJY Card હેઠળ હોય ઓપરેશન કે ઈલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર