નિવાસી અધિક કલેક્ટર, અધિક કલેક્ટર, પૂરવઠા અધિકારી સહિતનો સ્ટાફ જોડાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારત વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે.
જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવ્હાણે તરફથી મળેલા નિર્દેશ મુજબ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધી, જિલ્લા પૂરવઠા અધિકારી સુશ્રી રાજશ્રી વંગવાણી તેમજ કલેક્ટર કચેરીના તમામ સ્ટાફે આજે સવારે ૧૧ કલાકે દેશના સર્વાંગી વિકાસ, બંધારણીય મૂલ્યોના જતન, સમૃદ્ધ વારસાના ગૌરવ, દેશને વિકસિત બનાવવા, બંધુતાની ભાવનાના વિકાસ સાથે એકતા-અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહેવા તથા દેશને વિકસિત બનાવવા પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.