Gujarat

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વહીવટ કથળતા ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કાયમી ચીફ ઓફિસર મુકવા CMને પત્ર લખ્યો

અમરેલી જિલ્લામા રાજુલા શહેરમાં 2 વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે લોકો નગરપાલિકાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ચીફ ઓફિસર આપવા માટેની રજુઆત કરવામાં આવી છે.રાજુલા શહેરમાં વિકાસ અને વસ્તીને દ્રષ્ટિએ દિનપ્રતિદિન વિસ્તરતું જાય છે તે ઉપરાંત નગરપાલિકાના વિકાસના અને લોકોના કામો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે

સફાઈ પીવાનું પાણી અને વર્ષાઋતુના ભરાયેલ પાણીના નિકાલ તેમજ અન્ય વિવિધ કામ કરી સતત ચાલુ રહે છે રાજુલા શહેરમાં છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય સાવરકુંડલાના ચીફ ઓફિસર પાસે ચાર્જ હોય વહીવટી તેમજ અન્ય કામગીરીમાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાય છે

રાજુલા શહેરની વસ્તી અંદાજે 50,000 ઉપર નીચે તમામ બાબતે તાત્કાલિક ચીફ ઓફિસર મૂકવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ ધારાસભ્ય હીરા સોલંકી રજૂઆત કરી છે ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યુ આગામી ટૂંક સમયમાં આ પ્રશ્ન ઉકેલ આવી જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ચીફ ઓફિસરના અભાવે વિકાસના કામો અટક્યા

નગરપાલિકામાં ચીફ ઓફિસર મહત્વની જવાબદારી હોય છે વિકાસના કામો વહીવટી મંજૂરીઓ સહીઓ સહીત બાબતે ચીફ ઓફિસર વિવિધ વિકાસના કામો અંગે આગળ કાર્યવાહી હાથ ધરતા હોય છે ત્યાર અહીં કોઈ ચીફ ઓફિસર છે નહીં હાલ ચાર્જમાં સાવરકુંડલા ચીફ ઓફિસર છે પરંતુ લાંબા સમયે વિજિટ કરતા હોય છે ત્યારે હવે કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવા માંગ ઉઠી છે