સોનાના ભાવો આભને આંબે એ પહેલાં સોનાના આભૂષણો ખરીદવાનો ઉતમ અવસર
સાવરકુંડલા શહેર અને તાલુકામાં સેવાકીય પ્રવુતિઓ અને લોકોપયોગી કાર્ય કરતું સોનિક ફાઉન્ડેશનની શહેરની મુખ્ય બજાર હવેલી શેરી ખાતે આવેલ સોનિક જ્વેલર્સ લિમિટેડ દ્વારા દસ હજારની ખરીદી પર સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ કુપન અને પાંચ હજારની ખરીદી પર કોન બનેગા માલામાલ ઓફરનું કુપન ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે
જેમાં ગ્રાહકો માટે સોનિક જેવલર્સ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર સાવરકુંડલા તાલુકા ઉપરાંત અમરેલી જીલ્લા અને સૌરાષ્ટ્ર ભરમાંથી સોનિક જેવલર્સ લિમિટેડ ખાતેથી લોકો હાલ નવરાત્રી, દિવાળી, લાભ પાંચમ, દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગની ખરીદી કરી રહ્યા છે
સાવરકુંડલા તાલુકામાં સોનિક ફાઉન્ડેશન દ્વારા છેલ્લા નવ વર્ષથી ચાલતું વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય તેમજ જરૂરિયાતમંદ લોકો માટે છાશ કેન્દ્રો જ્યાંથી દરરોજ લોકો પોતાના પરિવાર માટે વિનામૂલ્યે છાશ મેળવી હજારો લોકો તેનો લાભ લઈ રહયાછે, સાવરકુંડલા શહેરને હરિયાળુ અને પર્યાવરણની જાળવણી માટે સોનિક જ્વેલર્સ લિમિટેડ અને ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે વૃક્ષો અને તેની જાળવણી માટે પીંઝરા વિતરણ કરવામાં આવી રહયાછે
તેમજ સોનિક જવેલર્સ લિમિટેડ અને સોનિક ફાઉન્ડેશનનું ધ્યેય સાવરકુંડલા અને આસપાસના તાલુકાના લોકોને હૃદયની ઘર આંગણે સારવાર મળી રહે તેમાટે હાર્ટ હોસ્પિટલનું નિર્માણ પામશે.સોનાના ભાવ આભને આંબે એ પહેલાં સોનાના આભૂષણોની ખરીદી કરવાનો યોગ્ય અવસર
બિપીન પાંધી

