Gujarat

અદાણી લાંચ કેસમાં, યુએસ પ્રોસિક્યુટર્સે સાગર અદાણીના ફોનના મેસેજમાં રાખેલી નોટ્‌સને ‘લાંચની નોટ્‌સ’ ગણાવી

અદાણી કંપનીના યુવા વંશજ સાગર અદાણી તાજેતરમાં યુ.એસ.માં તેના ચેરમેન ગૌતમ અદાણી સહિત ગ્રૂપના ટોચના એક્ઝિક્યુટિવ્સ સામેના આરોપોને પગલે ચર્ચામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કોર્ટના દસ્તાવેજાે દર્શાવે છે કે સાગરે તેના મોબાઈલ ફોન પર ભારતીય અધિકારીઓને કથિત રીતે ચૂકવવામાં આવેલી લાખો ડોલરની લાંચનો ટ્રેક રાખ્યો હતો. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ પ્રોસિક્યુટર્સે સાગર અદાણીના ફોનના મેસેજમાં રાખેલી નોટ્‌સને ‘લાંચની નોટ્‌સ’ ગણાવી છે.

રોયટર્સની રિપોર્ટ મુજબ આવી નોટમાં ગ્રૂપના અબજાેપતિ સ્થાપક ગૌતમ અદાણીના ભત્રીજા સાગરે આપેલી લાંચની રકમ, કયા સરકારી અધિકારીને પૈસાની ઓફર કરવામાં આવી હતી અને બદલામાં અધિકારીનો વિસ્તાર કેટલી સોલાર એનર્જી ખરીદશે તે નોંધ્યું હોવાનો દાવો કર્યો છે. એવો આરોપ છે કે સાગરે વીજળીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે પ્રતિ મેગાવોટ લાંચનો દર પણ નક્કી કર્યો હતો. વોટ્‌સએપ પરના તેના એક ‘એનક્રિપ્ટેડ’ મેસેજમાં સાગરે જણાવ્યું કે ૨૦૨૦માં લાંચ યોજના કેવી રીતે આગળ વધી રહી હતી.

તેણે મેસેજમાં કહ્યું હતું કે, “હા… પરંતુ આ દ્રશ્યોને છુપાવવા ખૂબ મુશ્કેલ છે.” રોઇટર્સના અહેવાલ મુજબ, સાગર અદાણીએ આવા મેસેજમાં ગુપ્તતા જાળવવાનો પ્રયાસ પણ કર્યો છે, અને તે સરકારી અધિકારીઓના નામનો પણ ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે જેમણે પૈસા લીધા હતા. રૉયટર્સ દ્વારા પ્રાપ્ત કોર્ટના દસ્તાવેજાે અનુસાર’જુલાઈ ૨૦૨૧માં ઓડિશામાં સરકારી અધિકારીઓને લાખો ડોલરની ઓફર કરવામાં આવી હતી…’ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જાહેર કરાયેલા એક ઉરટ્ઠંજછॅॅ મેસેજમાં ભારતના રાજ્યો જમ્મુ અને કાશ્મીર તેમજ છત્તીસગઢનો ગ્રીન એનર્જીના સંભવિત ખરીદદારો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સાગર અદાણીએ લખ્યુંઃ “અમે તમને જણાવી દઈએ કે અમે આ મંજૂરીઓને અનુસરવા માટે પ્રોત્સાહનો બમણા કર્યા છે.” રોઇટર્સે દાવો કર્યો હતો કે તેણે જુલાઈ ૨૦૨૧માં ૫૦૦ મેગાવોટ પાવર ખરીદવાના બદલામાં ઓડિશાના સરકારી અધિકારીઓને લાખો ડોલરની લાંચની ઓફર કરી હતી. માત્ર એક મહિના પછી, દાખલ કરાયેલ દસ્તાવેજાેમાં આરોપ છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણીએ ૭,૦૦૦ મેગાવોટ પાવર ડીલના બદલામાં મુખ્યમંત્રી સહિત આંધ્રપ્રદેશના સરકારી અધિકારીઓને લાંચની ઓફર કરી હતી.

સાગર અદાણી, તેના કાકા ગૌતમ, વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક અને અન્ય છ પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા વીજ પુરવઠાના સોદા જીતવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવા માટે ઇં૨૬૫ મિલિયનની યોજનામાં કથિત ભૂમિકા માટે આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કરારોથી ૨૦ વર્ષમાં ઇં૨ બિલિયનનો નફો મળવાની અપેક્ષા હતી. અદાણી ગ્રુપે આવા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.