Gujarat

જમ્મુ કાશ્મીરમાં યાત્રી બસ પર થયેલા હિચકારા હુમલાના પ્રકરણમાં ખંભાળિયાની હિન્દુ સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

જમ્મુ કાશ્મીરમાં ગત તારીખ 9ના રોજ યાત્રિકો સાથે વૈષ્ણોદેવીથી શિવ ખોડી દર્શનાર્થે જઈ રહેલી એક ખાનગી બસ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે બસમાં સવાર બાળકો, મહિલાઓ સહિત 10 જેટલા યાત્રાળુઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી રહી હતી.

આ સાથે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે ગઈકાલે બુધવારે સાંજે વિરોધ પ્રદર્શિત કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અહીંના જોધપુર ગેઈટ પાસે કાર્યકરોએ આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરી અને પૂતળા દહન દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રવીણસિંહ કંચવા, પાચાભા સુમણીયા, અમિત જાદવાણી, બાલુભા વાઘા, મિલન વારીયા, ઈશ્વર સોલંકી, ઘનુભા વાઢેર, સહિતના કાર્યકરો જોડાયા હતા.