Gujarat

ઉના શહેરમાં નાઘેર પાઉંભાજીની દુકાનમાં કાર  ધડાકાભેર ધુસી ગઈ…એક વૃદ્ધનું ધટના સ્થળે મોત..એક પરિવાર અમદાવાદ થી દિવ જતાં ત્યારે ઘટના બની

ઉના શહેરમાં ખાઉદી ગલી પાસે આવેલ નાઘેર પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ધડાકાભેર કાર દુકાનમાં ધુસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળતા તેમનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું.
અમદાવાદ રહેતો પરિવાર રાત્રિના કાર નં. જી જે 06 પી આર 2526માં નીકળેલ અને ઉના થી દિવ તરફ જઇ રહ્યા હતા. ત્યારે શિવાજી પાર્કની સામેના ભાગે ખાઉગલી પાસે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવબા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સીધી નાઘેર પાઉંભાજીની દુકાનમાં ઘુસી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ દુકાન બહારના ભાગે એક દિનેશભાઈ ગાંધી નામના વૃદ્ધ અસ્થિર મગજના સુતા હતા.  તેમની ઉપર કાર ફળી વળતા લોહીલોહાણ હાલતમાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માતની ઘટનામાં દુકાનનું સટર, કાચ, ટેબલો તેમજ દુકાનના દિવાલની પિલોરમાં ભારે નુકસાન થયું હતું.  તેમજ દુકાનની બહારની એક બાઇક નં . જી જે 32 એ બી 7276 પાર્ક કરેલ તેનો પણ કચડધાર કરી નાખેલ હતો.
આ કાર માં એકજ પરિવારના બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા. કાર આટલી બધી સ્પીડમાં હોય જેથી અકસ્માત સર્જાતા કારની અંદર એરબ્રેક પણ ખુલ્લી ગયા હતા. કારમાં બેઠેલા ચાર વ્યકિત ઓમાંથી એક  બાળક મિહિર કપિલભાઈ રહે. અમદાવાદ ને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય વ્યક્તિઓને નાના મોટી ઇજા પહોંચતા તમામને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા રસ્તા પર તેઓ પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અને રસ્તા ઉપર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ રસ્તા પર ટ્રાફિકને દૂર કરવામાં આવી હતી. કારના આગળનો બીનેટનો ભાગ બુકડો બોલી ગયો હતો. અકસ્માતની જાણ નાઘેર પાંઉભાજી દુકાન માલિક બીપીનભાઈ છગનભાઈ બાંભણીયા ને થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
અમદાવાદનો પરીવાર હોય કારમાં આગળના ભાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવેલું છે તેમજ પાછળના ભાગે કાચમાં ડોકટરનો સિમ્બોલ મારેલો જોવા મળ્યો હતો. જોકે આ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજતા તેના મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી છે.