Gujarat

ઉના શહેરમાં કન્કેશ્વરી માતાજીના ચરણ પગલા આજે પણ મંદિરમાં જોવા મળે છે..નવરાત્રિના નવ દિવસ બાળાઓ ગરબા રમે છે

બાદમાં નાસ્તો વિતરણ કરાઈ છે….50વર્ષ પહેલા શરદ પૂનમે મંદિરમાં આપ મેળે ઝાલરો વાગી’તી

ઉનાના નાગર ચોક વિસ્તારમાં ગુરૂ મંદિર કન્કેશ્વરી મહાપીઠ માતાજીના સાનિધ્યમાં પરંપરાગત પ્રાચીન ગરબા નાની બાળાઓ ગરબા રમે છે. 400 વર્ષ જૂની માતાજીની મુર્તિની સ્થાપના બાદ માતાજી પોતે ગરબે રમવા આવ્યાં હતા. જેના ચરણ પાદુકા હાલ જોવા મળે છે. કન્કેશ્વરી મહાપીઠ માતાજીના સાનિષ્યમાં છેલ્લા 52 વર્ષથી વધુ સમયથી માતાજીની સ્થાપના કરાઈ છે. નવરાત્રીના નવ દિવસ નોરતામાં પરંપરાગત પ્રાચિન ગરબા કુવારીકા નાના બાળકોને ગરબા રમાડવમાં આવે છે.
અહીં સેવા પુજા કરતા કિશનભાઈ જોષીએ જણાવેલ હતું કે આ કન્કાઈ માતાજીની મૂર્તિ ગીર જંગલમાં કન્કાઈ માતાજીની આ મુર્તિ સહેજ ખંડીત થયેલ હોવાથી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા મૂર્તિને બહાર મુકી દેવામાં આવી હતી. જેવી આકાશ અને જમીન વચ્ચે ખુલ્લામાં આ મૂર્તિ પડેલ હતી. ત્યારે મહારાષ્ટ્ર અકલકોટના ગુરૂ ગજાનંદ મહારાજને આદેશ થતા તેમના શિષ્ય ઊના રહેતાં સિરાલાલ ગાંધીને જણાવેલ કે તમારા કુળદેવી કન્કાઈ માતાજીની
મૂર્તિને ઊના લઈ આવવા જણાવેલ હતું. જેથી હિરાલાલ ગાંધી દ્વારા આ મૂર્તિને પામપુમથી આહીં લાવી વિધીવત સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના બાદ નવરાત્રિની શરદ પુનમના દિવસે મોડી રાત્રીના સમયે માતાજીના મંદિરમાં જાલરો વાગવા લાગી હતી. જેથી આસપાસના લોકો મે જાગી મંદિરમાં જોતા જાલરો વાલતા જોઈ દ સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. અને રાત્રિનાં મંદિરમાં પ્રવેશ કરતા કન્કાઈ માતાજીના ગરબે રમવા આવ્યા હતા. અને તેના પાદુકા ચરણ પગલા પણ આજની તારીખે મંદિરમાં જોવા મળી રહ્યાં છે.
કન્કાઈ માતાજી દિવસમાં ત્રણવાર રૂપ બદલે છે હાલ કન્કાઈ માતાજી દિવસમાં ત્રણવાર અલગ અલગ રૂપ બદલતા જોવા મળે છે. અને જે કોઈ શ્રધાળુ માતાજીને મનથી માનતા માને છે તેની હર મનોકામના પુર્ણ કરે છે. મંદિરમાં માતાજીની રોજ સેવા પૂજા આરતી કિશનભાઈ જોષી, ભવજીતભાઈ જોશી પરીવાર દ્વારા કરવામાં આવે છે. 400 વર્ષ જૂની માતાજીની મુર્તિ છે. મંદિરના સેવક ભારતીબેન જોષીએ જણાવ્યું હતું કે 400 વર્ષ જૂની કન્કાઈ માતાજીની મુર્તિ છે તે ગાંધી પરીવાર, ઉનેવાળ, બાંભણીયા પરીવારના કુળદેવી હતા. હાલમાં મંદિરે નવરાત્રીના નવ દિવસ સુધી કુવારીકા નાની બાળોઓને પરંપરાગત પ્રાચિન ગરબા રમાડવામાં આવે છે. અહીં જે કોઈ માતાજીની માનતા માને છે તેની હર મનોકામના પુરી કરે છે.