Gujarat

કોફી  વિથ કલેકટર કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લીશ  મીડીયમ હાઇસ્કુલ સાવરકુંડલાનાં ખેલાડીઓ સાથે આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

દર વર્ષે ૧૧ ઓકટોબરનાં રોજ સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ ૩૩ જિલ્લાઓમાં પણ આ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨ થી ૧૧ ઓકટોબર દરમ્યાન દીકરીઓનાં સર્વાંગી વિકાસ, રક્ષણ અને સલામતી માટે વિવિધ તાલીમો અને કાર્યકમો કરવામા આવી રહ્યા છે.
આ ઉજવણી હેઠળ અમરેલી જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આજે  શ્રી અજય દહિયા, માન. કલેકટરશ્રી અમરેલીની અધ્યક્ષતામાં “કોફી વિથ કલેકટર” કાર્યકમ યોજાયો જેમાં સમગ્ર જિલ્લાની રમતગમત, શિક્ષણ, એન. સી.સી., કળા વગેરે ક્ષેત્રોમાં ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરેલ દીકરીઓ હાજર રહેલ અને તેઓએ કલેકટર સાહેબ અને શ્રી પી. બી. પંડ્યા, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમરેલી સાથે પણ સંવાદ કર્યો હતો. દીકરીઓને તેઓને સવાલો કરેલ જેના ખૂબ વિસ્તૃત જવાબો કલેકટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એ આપેલ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. મનીષાબેન મુલતાની, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી,  દહેજ પ્રતિબંધક અઘિકારી શ્રી અને મહિલા અને બાળ અધિકારીશ્રીઓનો સ્ટાફ હાજર રહેલ.
 
બેટી બચાવો બેટી પઢાવોનાં સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ.આજે વિશ્વ દિકરી દિવસ તરીકે ઉજવણી થઈ રહી હતી તેમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ  રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓમાં ચુડાસમા સ્નેહા  , ચુડાસમા ફેની, જોગી કરીના ,રાઠોડ વૈભવીબા , મકવાણા પ્રિયાંશી ,સિદ્ધપુરા આયુષી, ચુડાસમા હેતસી તેમજ વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઈ વાળા  સાથે શાળાની વિદ્યાર્થીનીઓ સામેલ હતા. આ તકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાના વડા પૂજ્ય ભગવતપ્રસાદ દાસજી સ્વામીજી તેમજ પ્રમુખ  પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી , પૂજ્ય કોઠારી સ્વામી અક્ષર મુકત સ્વામી તેમજ  બધાજ વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ સ્ટાફગણ દ્રારા શાળાના ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
બિપીન પાંધી